(પ્રતિકાત્મક ચિત્ર)
ફેરી વાળું બાળ જોયું મેં, ફેરી વાળું બાળ!
બોલવામાં એ બોલકું ને દેખાવે છે વામણું,
પૂછતાં બોલ્યું “દશ ભણું હું, સો મા કરું કામ”
હાય! કોરોનાએ બચપણ બગાડ્યું, શિક્ષણનું નહિ નામ.
પૂછતાં બોલ્યું, “ ફોન લેવો છે, ભણવા કાજે!"
જામકંડોરણા શે'રમાં, નવથી નવ કરે કામ.
બસ આવે દોડવા લાગે, “મમરા, ડાળીયાને પાણી!”
હાય! કોરોના બચપણ બગાડ્યું, શિક્ષણનું નહિ નામ.
સાઈકલ એની નાનકી ને નાખી ચકમક ટોકડી,
પૂછતાં બોલ્યું, “પચાસ દીધા મેં, ટંકોડી ને કાજ.
પાંચ જણનો પગાર કાઢું હું, આપી એક હજાર.(પ્રતિ દિવસ)
ખાવું, નાસ્તો ચા એમની, સાચવ્યો કોરોના માહ્ય."
હાય! કોરોના બચપણ બગાડ્યું, કર્યો શિક્ષણનો અંત.
જોઈ બાળ જંજાળ, “ચંદ્ર” કરે વિચાર:
“શું“W” ને “M” કહે એવું આજનું ભણતર?"
“શું નથી એ નિર્લેપ બચપણનું અધિકારી?”
"શું આમ બનશે ભારત, મારું હવે મહાન?
-ચંદ્રસિંહ જી. પરમાર "બાબુ"(દહેગામ, ગાંધીનગર)
( વિવેચન: અહી ભારતીય શિક્ષણમાં ખામી દેખાઈ રહી છે. ઉપરોક્ત કવિતામાં બાળકના જીવન ને નકારાત્મક દ્રષ્ટિકોણથી જોઈએ તો ઠેર ઠેર દરેક વ્યવસાયમાં બાળમજૂરી દેખાય છે, જ્યારે હકારાત્મક દ્રષ્ટિકોણથી વિચારીએ તો જે બાળક ધંધામાં દિવસના 1 હજાર રૂપિયા કમાઈ બીજા ચાર લોકોની રોજગારીનું કારણ બનતું હોય તો એને કોઈ ડિગ્રીની જરૂર રહેવી ન જોઈએ. આપણને ખબર છે કે સૌ કોઈ પૈસા કમાવવા જ ભણે છે. ધોરણ 10 ભણતું બાળક 16 વર્ષે 30000₹ કમાઈ 4 વ્યક્તિને રોજગારી આપી શકતું હોય તો એને ભણીગણીને એના અમૂલ્ય 7 વર્ષ બગડવાની જરૂર નથી. આમેય હાલ ભારતમાં PhD. સુધી ભણેલા શિક્ષિત બેરોજગારીના ભોગ બની રહ્યા છે
